સહિષ્ણુ દેશોની યાદીમાં કેનેડા, ચીન અને મલેશિયા પછી ભારતનું ચોથું સ્થાન

0
87

સર્વેનું પરિણામ,૨૦ હજાર લોકોનું ઇન્ટરવ્યુ કરાયું
ન્યુ દિલ્હી,તા.૨૫
મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ કેટલાક સમયમાં ભારતમાં સહિષ્ણુતા વિરુદ્ધ અસહિષ્ણુતાની ચર્ચા ઘણી જારશોરથી શરૂ થઈ છે. પરંતુ આઈપીએસઓએસ મોરી દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સહિષ્ણુ દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને છે. સહિષ્ણુ દેશોની યાદીમાં કેનેડા પ્રથમ ક્રમાંકે, ચીન બીજા ક્રમાંકે અને મલેશિયા ત્રીજા ક્રમાંકે છે.
આ સર્વેક્ષણમાં ૨૭ દેશોના વીસ હજાર લોકોનો ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો છે. સર્વેક્ષણ પ્રમાણે ૬૩ ટકા ભારતીય અલગ-અલગ પૃષ્ઠભૂમિઓ, સંસ્કૃતિ અને દ્રષ્ટિકોણવાળાના દ્રષ્ટિકોણથી ભારતને સહિષ્ણુ દેશ માને છે.
આ સર્વેક્ષણ મુજબ હંગેરીના લોકો પોતાના દેશને સૌથી ઓછો સહિષ્ણુ માને છે. તેના પછી અસહિષ્ણુ દેશોમાં દક્ષિણ કોરિયા અને બ્રાઝીલના સ્થાન છે. સર્વેક્ષણ મુજબ ભારતમાં ૪૯ ટકા લોકોનું માનવું છે કે રાજકીય વિચારોમાં મતભેદ તણાવનું કારણ બને છે. ૪૮ ટકા લોકો માટે ધર્મ અને ૩૭ ટકા લોકો સામાજિક-આર્થિક અંતરને આના માટેનું કારણ ગણાવે છે.
સર્વેક્ષણ મુજબ.. ૫૩ ટકા ભારતીયોને લાગે છે કે અન્ય પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અથવા દ્રષ્ટિકોણવાળા લોકો સાથે મેળમિલાપ પર પરસ્પર સમજ અને સમ્માનની ભાવના પેદા થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY