ન્યુ દિલ્હી/ચેન્નાઈ,તા.૨૯
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો ફટાકડા ફોડવા થનગની રહ્યા છે એવા સમયે તામિલનાડુ સરકારે સુપ્રિમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે અને ફટાકડા ફોડવા માટેનાં સમયમાં વધારો કરવાની માગ કરી છે.
તામિલનાડુ સરકારે માગણી કરી છે કે, સવારે ૪ થી છ વાગ્યા દરમિયાન ફટાકડા ફોડવા દેવા જાઇએ. સમગ્ર દેશમાં જ્યાં ફટાકડા બને છે તે શિવાકાશી તામિલનાડુમાં છે. ફટાકડાનું ઉત્પાદન કર્તાઓએ જણાવ્યું છે કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, તે માત્ર ગ્રીન ફટાકડા ફોડવા માટેની જ મંજુરી આપશે. પણ હકીકતમાં, ગ્રીન ફટાકડા જેવી કોઇ વસ્તુ છે જ નહી. ફટાકડાનું ઉત્પાદન કરતા લોકો કોર્ટનાં આ ચુકાદા સામે રિવ્યુ પિટીશન દાખલ કરશે.
ગયા અઠવાડિયે, સુપ્રિમ કોર્ટે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ના પાડી હતી અને કહ્યું હતું કે, ગ્રીન ફટાકડા ફોડવા જાઇએ. કોર્ટે એવું નોંધ્યુ હતું કે, જે ફટાકડા વધારે અવાજ અને હવાનું પ્રદુષણ ફેલાવે છે તેના પર પ્રતિબંધ લાદવો જાઇએ. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે, ફટાકડા સાંજનાં ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફોડવા જાઇએ.
સુપ્રિમ કોર્ટનાં ફટાકડા ફોડવા મામલે આ ચુકાદાનો ઘણા રાજ્યો અને ધાર્મિક સંગઠનોએ વિરોધ કર્યો છે. કેટલાક સંગઠનો આ મુદ્દાને પર્યાવરણના મુદ્દા તરીકે જાવાને બદલે ધાર્મિક મુદ્દા તરીરે જુએ છે અને કોર્ટનાં ચુકાદાનો વિરોધ કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




