ન્યુ દિલ્હી,તા.૨૯
પોતાના સમયના દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મમે રવિવારે બ્લડ સ્ટેમ સેલ ડોનર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કહ્યું કે દરેક લોકોએ બ્લડ ડોનર બનવું જાઇએ. જેનાથી બ્લડ કેન્સરથી પીડાય રહેલા હજારો લોકોને જીવન મળી શકે છે. લક્ષ્મણને એક ગેર-લાભકારી સંસ્થામાં તેની નોંધણી કરાવી છે. આ સંસ્થા પોતાની મરજીથી બ્લડ સેલ દાન કરનારાઓની યાદી રાખે છે અને બ્લડ કેન્સર તથા થેલેસિમિયા જેવી લોહી સંબંધી બીમારીઓથી પડાય રહેલા લોકોની મદદ કરે છે.
લક્ષ્મણે કહ્યું કે મને લાગે છે કે જીવતા રહેતા ઘણા ઓછા લોકોને જીવન બચાવવાની તક મળે છે. જે વ્યકિત માત્ર તમારા કારણે જીવીત છે તેને જીવન મળવું એક મોટી ઉપલબ્ધિ છે. વધુમાં કહ્યું કે ૧.૩૫ અરબ જન સંખ્યા વાળા દેશમાં આશરે ૩૭૨૦૦૦ લોકો દાત્રી સાથે રજિસ્ટર છે. લક્ષ્મણે કહ્યું કે હજારોની સંખ્યામાં દર્દીઓ અને ડોનર રાહ જાઇ રહ્યા છે. લક્ષ્મણે આ દરેક લોકોને આ દિશામાં આગળ આવવા કહ્યું છે.
તેમજ હાલમાં જાણવા મળ્યું કે બ્લડ કેન્સર અને એવી ઘણી જીવલેણ બીમારીઓને સામાન્ય બ્લડ સ્ટેમ સેલ દ્વારા સારી કરી શકાય છે. દાન કરવાની પ્રક્રિયા ખૂબ સહેલી છે. કોઇનો જીવ બચાવવા માટે થોડોક સમય બગાડી શકાય, લક્ષ્મણે કહ્યું થેલેસિમિયાથી પીડીત બાળકોથી મળ્યા અને આ જાણીને ખૂબ દુખ થયું કે તેમાથી ઘણા લોકોને આશરે ૨૦ દિવસ સુધી બ્લડ ટ્રાન્સફ્યૂજનની જરૂર હોય છે અને તેમની જીંદગી બચવાની ખૂબ ઓછી આશા હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



