ગિલેસ્પીને જાગ્યા આૅસ્ટ્રે.ના સિલેક્ટર બનવાનાં અભરખાં

0
5

સિડની,તા.૨૯
બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાંથી બહાર આવવાના આૅસ્ટ્રેલિયન ક્રિકેટના પ્રયાસમાં ભૂતપૂર્વ ટેસ્ટ ફાસ્ટ બાલર જેસન ગિલેસ્પીએ રાષ્ટ્રીય સિલેક્ટર બનવાની પોતાની અભિલાષા જાહેર કરી છે. સસેક્સ કાઉન્ટીના વર્તમાન કોચ ગિલેસ્પીના માર્ગદર્શન હેઠળ એડિલેઈડ સ્ટ્રાઈકર્સની ટીમે આ વર્ષે બિગ બેશ લીગ (બી. બી. એલ.) ટી-૨૦ સ્પર્ધાનું વિજેતાપદ પહેલી વેળા જીત્યું હતું તથા યોર્કશાયરે પણ ૨૦૧૪ અને ૨૦૧૫ના ઉપરાઉપરી વર્ષમાં પ્રથમ વિભાગનો તાજ જીત્યો હતો.
“હું ભવિષ્યમાં સિલેક્ટર બનવાની આશા કરું છું, એમ તેણે કહ્યું હતું. ગિલેસ્પીએ કહ્યું હતું કે સિલેક્ટરની કામગીરી બહુ પડકારરૂપ હોય છે અને તેને ઓછી આંકવી ન જાઈએ. ક્રિકેટ આૅસ્ટ્રેલિયા (સી. એ.)ના વર્તમાન પસંદગીકારો તરીકે ટ્રેવર હોન્સ, ગ્રેગ ચેપલ અને રાષ્ટ્રીય કોચ જસ્ટિન લેન્ગર છે.
માર્ક વા પણ પસંદગી સમિતિમાં હતો, પણ તેણે ગયા મે મહિનામાં રાજીનામું આપ્યું હતું અને તેની બદલીમાં કોઈ નામ જાહેર કરાયું નથી. આૅસ્ટ્રેલિયાની ટીમના ગયા માર્ચમાં દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લા પ્રવાસમાં કેપટાઉન ટેસ્ટ દરમિયાનના બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ તથા વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નર સહિત ત્રણ ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તથા આ ભ્રષ્ટાચારના પગલે ભૂતપૂર્વ કોચ ડેરેન લિહમેને તેમનો હોદ્દો છોડી દીધો હતો. ક્રિકેટ આૅસ્ટ્રેલિયાના સી. ઈ. ઓ. જેમ્સ સધરલેન્ડ પણ આ અઠવાડિયે હોદ્દા પરથી ખસી ગયા હતા અને તેમના સ્થાને કેવિન રોબર્ટસની નિમણૂક થઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY