દિલબાગસિંહ કાશ્મીરના કાર્યવાહક ડીજીપી રહેશે : સુપ્રિમ કોર્ટ

0
6

ન્યુ દિલ્હી,તા.૨૨
જમ્મુ-કાશ્મીરમાં નિયુક્ત કરવામાં આવેલા કાર્યવાહક ડીજીપી દિલબાગસિંહ અંગે જ્યાં સુધી યુપીએસસી નિર્ણય ન લે ત્યાં સુધી દિલબાગસિંહ જમ્મુ-કાશ્મીરના કાર્યવાહક ડીજીપી પદ પર કાયમ રહેશે, એમ સુપ્રીમ કાર્ટે ચુકાદો આપતા કહ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે યુપીએસસીને ચાર અઠવાડિયામાં ડીજીપી પદે યોગ્ય વરિષ્ઠ પોલીસ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં એસ. પી. વૈદ્યને સ્થાને દિલબાગસિંહની નિમણૂક કરવામાં આવી હતી. જાકે ૩ જુલાઈએ સુપ્રીમ કાર્ટે કોઈપણ રાજ્યને કાર્યવાક ડીજીપીની નિમણૂક કરવાનો અધિકાર ન હોવાનું જણાવ્યું હતું.
નિયમાનુસાર ડીજીપીની વરણી માટે રાજ્ય સરકારે વરિષ્ઠ પોલીસ અધિકારીની યાદી યુપીએસસીને સોંપવી પડે છે અને તેની યોગ્ય ચકાસણી બાદ ત્રણ નામ નક્કી કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી સુપ્રીમ કાર્ટને એ અંગે સંશોધન માટે અરજી કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર સરકારે કાર્ટને જણાવ્યું હતું કે રાજ્યની પરિÂસ્થતિ પોલીસ નિર્દેશકનું પદ ખાલી રાખી શકાય એવી ન હોવાને કારણે કાર્યવાહક ડીજીપીની નિમણૂક કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર સરકારે યુપીએસસીની મંજૂરી વિના દિલબાગસિંહની નિમણૂક કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જમ્મુ-કાશ્મીર સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. વરિષ્ઠ અધિકારીના ક્રમમાં દિલબાગસિંહ પાંચમા ક્રમે હોવાનું તેમણે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY