બસપા અને જેસીસીના જાડાણથી ભાજપને ફાયદો થશે : કાંગ્રેસ

0
6

રાયપુર,તા.૨૨
છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણી સંદર્ભે બસપનાં વડાં માયાવતીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જાગીની પાર્ટી સાથે જાડાણ કરતા કાંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બહુજન સમાજ પાર્ટી સાથે જાડાણ કરી ભાજપને હરાવવાની કાંગ્રેસની આશા પર માયાવતીએ પાણી ફેરવી દીધું છે. ગુરુવારે લખનઊ ખાતેથી બસપ સુપ્રીમો માયાવતીએ જેસીસી સાથેના જાડાણની જાહેરાત કરી હતી.
માયાવતીના જાડાણ સંદર્ભે કાંગ્રેસે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. કાંગ્રેસે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ કાંગ્રેસ સભ્ય અજિત જાગી કેન્દ્ર સરકારની એજન્સીઓનો સામનો કરી રહ્યા છે. કાંગ્રેસે જણાવ્યું હતું કે, બસપ અને જનતા કાંગ્રેસનું જાડાણ ૨૦૦૩થી રાજ્ય પર શાસનકર્તા પક્ષ ભાજપના ફાયદામાં રહેશે.
માયાવતીએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં જેસીસી સાથેના કરેલા જાડાણ અંતર્ગત કુલ ૯૦ બેઠકમાંથી બસપ ૩૫ અને જેસીસી ૫૫ બેઠક પર ચૂંટણી લડશે. રાજ્યના કાંગ્રેસ ચીફ ભૂપેશ બઘલે જણાવ્યું હતું કે સીબીઆઈ અને ઇડીની તપાસના દબાણ સામે બસપએ શરણાગતિ સ્વીકારી છે.
બસપ અને જેસીસીના જાડાણ પાછળ પણ ભાજપનો રાજકીય વ્યૂહ હોવાનું અને જનતાએ જાડાણના રાજકારણને સમજવા અંગેનું પણ બઘલે જણાવ્યું હતું. કાંગ્રેસના વરિષ્ઠ નેતા બઘલે ભાજપની સૂચના અને ઈચ્છા મુજબ બસપ વર્તી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જાગી ભાજપનો હાથો હોવાનું અને તેની સાથે જાડાણ કરી બસપએ પણ ભાજપ સાથે પાછલે બારણે જાડાયેલો પક્ષ હોવાનું સાબિત કર્યું હોવાનો આક્ષેપ કાંગ્રેસ દ્વારા બસપ પર કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY