પોલીસ વિભાગની ૧૬ જેટલી સેવાઅો સિટીઝન પોર્ટલ પર અોનલાઈન મળશે

0
6

પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી સેવા મેળવી શકાશે
વ્યારા, તા.૬

પોલીસ વિભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઇન ઘરબેઠા પ્રાપ્ત થાય એ માટે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારાસિટીજન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેની લિંક https://gujhome.gujarzt.gov.in/protal પર ઉપલબ્ધ છે.
સિટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ ૧૬ સેવાઓ ઓનલાઇન મેળવી શકશે. આ સેવાઓનો ઉપયોગ કરવા માટે પોર્ટલમાં પોતાની નોંધણી કરાવવા પોતાનું નામ, સરનામું, કોન્ટેક નંબર વગેરે માહિતી આપવાની રહેશે. નોંધણી થકી નોંધણી કરાવનાર દરેક નાગરિકને યુનિક યુઝરનેમ તથા પાસવર્ડ મળી રહેશે.
આ પોર્ટલ દ્વારા ઇ-ગુજકોપ એપલિકેશનમાં નોંધાયેલ એફ.આઇ.આરની માહિતી પરથી સામાન્ય જનતા એફ.આઇ.આરની કોપી, કોઇ પણ નાગરિક પોતાની અરજી તથા અન્ય માહિતી, ચોરાયેલ/ગુમ થયેલ મિલ્કતની અરજી, ગૂમ થયેલ વ્યક્તિની અરજી પણ ઓનલાઇન આપી શકશે. કોઇ પણ નાગરિક સિનીયર સીટીઝનની નોંધણી, ડ્રાયવર, સ્થાનિક મદદનીશ(ઘરઘાટી) કે ભાડૂઆતની નોંધણી કરાવી શકશે. ઓનલાઇન નાંવાંધા પ્રાણપત્ર અને પોલીસ ચકાસણીનું પ્રમાપત્ર મેળવી શકશે. આ પોર્ટલ દ્વારા ગૂમ થયેલ વ્યક્તિની માહિતી, ચોરાયેલ તથા પાછી મળેલ મિલ્કતની માહિતી, ધરપકડ/વોન્ટેડ વ્યક્તિની માહિતી અને બિનવારસી લાશની માહિતી પણ ઓનલાઇન મેળવી શકાશે.
પોર્ટલ પર અરજદારની અરી સબિટ થયા પછી અરજદારને યુનિક નંબર મળશે. જના થકી ઉપરોકત પોર્ટલમાં નાગરિકો પોતાની ફરિયાદોનું ટરેકિંગ પણ કરી શકે છે. આ સુવિધા થકી સામાન્ય જનતાને પોલીસ વિભાગની સેવાઓ માટે પોલીસ સ્ટેશન પરજવાની જરૂ રહેશે નહિં. આ સેવાનો વધુ માં વધુ લાભ લેવા તાપી જિલ્લાની જનતાને પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી દ્વારા અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY