નવસારીમાં ૧૧, વલસાડમાં ૧૩ અને સુરતમાં ૧૬ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન
સુરત, તા. ૨૦
સમગ્ર દીક્ષણ ગુજરાતમાં ગત રોજની સરખામણીએ આજે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની સાથે ઠંડીનો ચમકારો ઓછો થતા ગરમીમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા વધુમાં મળતી માહિતી મુજબ આગામી સપ્તાહથી ગરમી વધે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગરી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને હોવાનું દબાણ ૧૦૧૪.૩ મીલીબાર નોંધાયું છે. શહેરમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં એક ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૧ ડિગ્રી નોંધાયું હતું. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૨ ડિગ્રી નોંધાયું હતું. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાન વધતા રાત્રિના સમયે ઠંડીનો ચમકારો ઘટી રહ્ના છે. અને દિસ દરમિયાન ગરમીનો પારો ચડી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




