મંગળવારે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા
સુરત, તા.૨૦
સુરત જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના ચેરમેન, સુરત પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટના પ્રમુખ, દયાળજી કેïળવણી મંડળના ચેરમેન અને શહેરની સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં ડો. એ.ટી. દેસાઇએ આજે ફાની દુનિયાથી વિદાય લીધી હતી.
મંગળવારે મોડી રાત્રે ૧૧ઃ૪૫ કલાકે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ડો. એ.ટી. દેસાઇની વિદાય સાથે શહેરનો વધુ એક સિતારો ખરી પડ્યો હતો. ભટ્ટની હોસ્પિટલ તરીકે ઓળખાતી સુરત જનરલ હોસ્પિટલના ચેરમન ડો. અરવિંદલાલ ઠાકોરલાલ દેસાઇને ભાગ્યે જ કોઇ તેમના પૂરા નામથી ઓળખતું હશે. એ.ટી. દેસાઇ તેમની ઓળખ બની ચૂકી હતી. સૈધ્ધાંતિક પ્રેક્ટિસ માટે જાણીતા ડો. ચંપકલાલ ઘીયા, ડો. નવનીત નાગરવડીયા સહિતના સમક્ષક તબીબોમાં તેમનું આગવું સ્થાન હતું. અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઅોમાં યોગદાન આપનાર ડો. દેસાઇએ ૧૯૯૨માં કોમી રમખાણ બાદ શહેરમાં ભભૂકતા કોમી દાવાનળને ઠારીને શાંતિ જાળવવામાં પણ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. કોમી રમખાણની આગમાં શેકાતા શહેરમાં શાંતિ બહાલ કરવા માટે ડો.એ.ટી. દેસાઇ આગળ આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ડો. બી.એ. પરીખ, બાબુ દેસાઇ સહિતના આગેવાનો શાંતિમાર્ચમાં જોડાયા હતા. તાજેતરમાં જ તેમની ૯૧મો બર્થ જે ઉજવવામાં આવ્યો હતો. તેમના પુત્ર ચેતન દેસાઇએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે અગિયાર વાગ્યે તેમનો પાર્થિવ દેહ રીંગરોડ આર. ટી.ઓ. નજીક આવેલા તેમના નિવાસ સ્થાને દર્શન માટે મૂકાશે. બપોરે બે વાગ્યે તેમની અંતિમ યાત્રા ઉમરા રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ તરફ પ્રસ્થાન કરશે. એ.ટી. દેસાઇની વિદાય શહેરના આગેવાનો માટે વસમી ઘડી લઇને આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




