સેક્સી મૌની રોયને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ.

0
290

મુંબઇ,તા. ૩૦
પ્રથમ ફિલ્મ ગોલ્ડને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ મૌની રોયની બોલબાલા સતત વધી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. અક્ષય કુમાર પોતે પણ તેની એક્ટિંગ કુશળતાથી ભારે પ્રભાવિત રહ્યો છે. તે કહી ચુક્યો છે કે મૌની બોલિવુડમાં અનેક ફિલ્મોમાં ટુંકાં સમયમાં જ કામ કરી લશે.

નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય બોલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. તેની પાસે હવે મોટી મોટી ફિલ્મો આવી રહી છે. તેની કિસ્મત હાલમાં લોકપ્રિયતાની ચરમસીમા પર છે. એક અભિનેત્રી તરીકે તેની પ્રથમ ફિલ્મ હાલમાં જ રજૂ થઇ છે ત્યારે તેની ત્રીજી ફિલ્મ પણ બનવા લાગી ગઇ ેછે. પ્રાપ્ત અહેવાલ મુજબ મૌની રોય હવે મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવની સાથે નજરે પડનાર છે. મૌની નિર્દેશક દિનેશ વિજનની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનામાં મુખ્ય રોલ કરનાર છે.તે ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે રહેનાર છે. આ એક કોમેડી ફિલ્મ રહેશે. જેમાં રાજકુમાર રાવ એક ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા અદા કરનાર છે. જે પોતાના બિઝનેસને શરૂ કરવા માટે ચીન જાય છે. ત્યારબાદ તેની સાથે અનેક ફની ઘટના બનતી રહે છે. મૌની રોય ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે છે પરંતુ તેની ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે બાબત હજુ સુધી જાણી શકાઇ નથી.

મૌની રોય તરફથી હજુ સુધી ફિલ્મને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મૌની રોય મુળભુતરીતે મોટા પરદા પર ફિલ્મ રણ અને તુમ બિન-૨ના ગીતમાં ખાસ રીતે નજરે પડી ચુકી છે. મૌની રોય ગોલ્ડ બાદ બ્રહ્યા† નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેમાં અમિતાબ બચ્ચન, રણબીર કપુર અને આલિયા ભટ્ટ કામ કરી રહી છે. થોડાક દિવસ પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા .કે મૌની રોય સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જા કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યુ નથી. બ્રહ્યા† ફિલ્મમાં તે આલિયા ભટ્ટ અને રણબીર કપુરની સાથે નજરે પડનાર છે.

તમામ લોકો સારી રીતે જાણે છે કે આશરે દસ વર્ષ પહેલા એકતા કપુરની સિરિયલ ક્યુ કિ સાંસ ભૂ કભી બહુ થી મારફતે મૌની રોયે એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ક્યારેય પાછળ પડી નથી. મૌની કેટલીક ટીવિ સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં કસૌટી, દેવો કા દેવ મહાદેવ, અને નાગિનનો સમાવેશ થાય છે. મૌની હાલમાં બેંકોકમાં આઇફા એવોર્ડ કાર્યક્રમમાં પણ પરફોર્મ કરીને તમામને રોમાંચિત કરી ચુકી છે. મૌનીએ આઇફા એવોર્ડ કાર્યક્રમમાં તારીફા અને ટ્રિપ્પી ટ્રિપ્પી સહિત અનેક ગીતો પર જારદાર પરફોર્મ કરીને તમામને ચોંકાવી ચુકી છે. મૌની રોયના ચાહકોની પણ સંખ્યા હવે સતત વધી રહી છે. અક્ષય કુમાર સાથે કામ કરીને તે હાલમાં ભારે ખુશ છે. મૌનીના ચાહકો સતત વધી રહ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY