સી.એસ.આર. ક્ષેત્રે સારી કામગીરી કરનાર કંપનીઓને એવોર્ડ અપાયો

0
6

સરકારી નીતિઓ અને કોર્પોરેટ જગત સેવાની એક જ દિશામાં સાથે મળી કાર્ય કરે તે આજની નિતાંત આવશ્યકતા છે : રાજ્યપાલ
સુરત, તા.૨૩

રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું છે કે, સરકારી નીતિઓ અને કોર્પોરેટ જગત સેવાની એક જ દિશામાં સાથે મળી કાર્ય કરે તે આજની નિતાંત આવશ્યકતા છે.
અમદાવાદ ખાતે નેશનલ સી.એસ.આર. કોન્કલેવ- ૨૦૧૯ અંતર્ગત સી.એસ.આર. ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીઓને સન્માનવાના કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, કોર્પોરેટ જગતની સી.એસ.આર.ની પ્રવૃત્તિઓ વ્યક્તિગત સાથે સમાજને બહેતર બનાવવા માટે ઉપયુક્ત બની રહે છે.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા આયોજિત સી.એસ.આર. કોન્કલેવમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સમાજના છેવાડે રહેલા માનવી સુધી આ પ્રવૃત્તિઓ પહોંચાડવા માટે આ કંપનીઓ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે સરાહનીય છે. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના પાછળ રહેલા સમાજ કે વ્યક્તિને સમાજમાં માનભેર જીવવા માટે સક્ષમ બનાવે છે. તેમણે કહ્યું કે, ગરીબી, અસમાનતા, વંચિતતા, બેકારી જેવા વૈશ્વિક પડકારો સામે ગ્લોબલ કંપનીઓ જે રીતે સામાજિક દાયિત્વ નિભાવે છે તે સરાહનીય છે.
આ અવસરે સસ્ટેઇનેબલ અને ઇમ્પેક્ટફુલ સી.એસ.આર. માટે એપોલો ટાયર્સ અને ચિનાર કેમિકલ્સને અને કોહેસીવ અને સ્ટ્રેટિજિક સી.એસ.આર. પ્રોજેક્ટ માટે ગુજરાત પીપાવાવ લિમિટેડને સી.એસ.આર. એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે સી.એસ.આર. ના ૭૦ કેસ સ્ટડીને સમાવતી કોફી ટેબલ બુક અને અર્બન પબ્લીક રેસ્ટ રૂમ નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના સી.ઇ.ઓ. શ્રીમતી ડી.થારાએ પ્રાસંગિક પ્રવચન કરી આજના દિવસે કરેલું મંથન અન્યોને પણ પ્રેરણા પૂરી પાડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY