કેવાયસી અપડેટ કરવાના બહાને બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ગાયબ કર્યા

0
7

કતારગામની યુવતીએ પોલીસ ફરિયાદ કરી
સુરત, તા. ૨૨
કેવાયસી અપડેટ કરવાના બહાને કતારગામની યુવતીના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૯૯,૯૯૯ ગાયબ કરી દેવાયા હતા.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ કુંભારવાડમાં રહેતી વિકિશાબેન કેશવભાઇ પ્રજાપતિએ આરોપી બેન્ક ઓફ ઈન્ડિયા ગાંધીનગર બ્રાંચના મેનેજર દીપકભાઈ તરીકે ઓળખ આપનાર વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી વિકિશાબેનને ફોન કરી કેવાયસી અપડેટ કરવાના નામે ઓટીપી કોડ લઈ ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૯,૯૯૯ ટ્રાન્સફર કરી લીધા હતા. કતારગામ પોલીસો તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY