આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો નોîધાશે
સુરત, તા. ૨૨
આજે સવારથી જ સમગ્ર દક્ષિણ ગુજરાતના તાપમાનમાં પલટો અનુભવાયો છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિમવર્ષાનો પગલે ઉત્તર દિશા તરફથી ઠંડો પવન ફૂંકાવાની સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને ફરી ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.૪ ડિગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૫ મીલીબાર નોîધાયુ઼ છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાન યથાવત રહ્નાં છે. પરંતુ આજે સવારથી પવનની દિશા બદલતા આગામી દિવસોમાં તાપમાન ઘટે તેવી શક્યતા છે.
નવસારીમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોîધાયું છે. જે ગતરોજ ૧૪ ડિગ્રી નોîધાયું હતું. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોîધાયુ઼ છે. ગતરોજ ન્યુનત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોîધાયું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાન વધ્યુ છે, પરંતુ આવતીકાલથી ૩ દિવસ સુધી તાપમાનમાં ક્રમશ : ઘટાડો થશે અને ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



