સુરત,તા.૨૩
ઉધનામાં સંજય નગર ઝુપડપટ્ટી પાસે ક્રિકેટ રમતી વખતે થયેલા ઝઘડાના સમાધાન માટે ભેગા થયેલા બે કોમના જુથો ગત રવિવારે સામ-સામે આવી ગયા હતા. ગાળાગાળી થતા લાકડાના ફટકા વગેરેથી હુમલો કર્યા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. હાલ પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગત શનિવારે સંજયનગર ખાડી કિનારે ક્રિકેટ રમતી વખતે કમા અને અન્ય છોકરાઓનો કેટલાક છોકરાઓ સાથે ઝઘડો થયો હતો. તે ઝઘડાના સમાધાન કરવા માટે રવિવારે સવારે કમો, સનિયો અને કમલેશ તથા તેના સમાજના કેટલાક યુવાનો સંજયનગર ઝુપડપટ્ટી પાસે સામેવાળા સદ્દામ,રહેમાન,અજ્જુ, લાલા ભૈયા વગેરે હાજર હતા. ત્યારબાદ બંને કોમના લોકો વધી ગયા હતા. વાતચીત દરમિયાન સમાધાન કરવાની જગ્યાએ ઝઘડો વધી ગયો હતો.ત્યારે કમલેશ,સનિયા વગેરે પર સામેવાળાઓએ લોખંડના પાઈપ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. તેથી કમલેશ અને તેમના સમાજના લોકોએ પણ સામે પથ્થરમારો કર્યો હતો. તે દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બળ પ્રયોગ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ બાબતે કમલેશ ઘેરાસલાટ(રહે. સંજયનગર ઝુપડપટ્ટી,ઉધના)એ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને સીસીટીવી આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




