સીરિયા,તા.૨૩
અમેરિકાની આગેવાની વાળી નાટો સેનાએ પાછલા ચાર વર્ષમાં દુનિયામાં આતંકવાદનો પર્યાય બની ગયેલા ઇસ્લામિક સ્ટેટના સીરિયા સ્થિત અંતિમ અડ્ડાનો પણ સફાયો કર્યો છે. અમેરિકાની આગેવાની વાળી નાટોની સેનાએ સીરિયા ડેમોક્રેકિટ ફોર્સ સાથે મળી આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. મોટી સંખ્યમાં આતંકવાદીઓએ શરણાગતિ સ્વીકારી લેતા હવે સીરિયા આઈએસઆઈએસ મુક્ત બન્યું છે.
આતંકવાદીઓ નાટોની સેનાને જાઈ ગભરાઈ ગયા હતા. તેમનામાં ડરનો માહોલ એટલી હદે વ્યાપી ગયો હતો કે તેમણે લડવાના સ્થાને શરણાગતિ સ્વીકારી લીધી હતી. અગાઉ છેલ્લા અડ્ડાને ધ્વસ્ત કરવા અને આતંકવાદીઓ પર દબાણ સર્જવા હવાઈ હુમલા કરાયા હતા.
સમાચાર મુજબ, સેનાએ ઇરાકના આ વિસ્તારની છેલ્લા એક અઠવાડીયાથી નાકાબંધી કરી હતી. તેમ છતાં સીરિયાની સેનાએ તેમના પર હુમલો કર્યો નહોતો કારણ કે મોટી સંખ્યામાં નાગરીકો પણ ત્યાં ફસાયા હતા. સેનાના આૅપરેશન બાદ નાગરિકોને ટ્રોકમાં ભરીને સલામતે સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૭માં મોસુલ અને રક્કામાં હાર્યા બાદ ઇસ્લામિક સ્ટેટના કબ્જાનું આ અંતિમ ગામ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે સીરિયાથી ૨,૦૦૦ સૈનિકોને પરત બોલવામાં આવ્યા હતા. ટ્રમ્પનું કહેવું હતું કે ઇસ્લામિક સ્ટેટને હરવવામાં આવ્યું છે. અમેરિકા સીરિયામાં આશરે ૨૦૦ સૈનિકો હજુ પણ ફરજ પર રાખશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




