બન્ને કબાટમાંથી રૂ. ૩.૩૫ લાખના દાગીના તફડાવી ગયા

0
10

સુરત, તા. ૨૫
‘‘તમારો ધંધો સારો ચાલશે’’ તેમ કહી વિધિના બહાને ઘરાં પ્રવેશેલા બે ઢોગીઓ કબાટમાં રહેલા ઘરેણા અને રોકડ મળી કુલ રૂ. ૩.૩૫ લાખની મતાનો હાથફેરો કરી ભાગી ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલથાણ ખાતે મહાવીર નગરમાં ગાયત્રી મંદિર પાસે રહેતા શૈલેષભાઈ વેલચંદ મહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વતની છે. ગઈ તારીખ ૨૩મીના રોજ કોસંબાના મુસ્લિમ મહોલ્લામાં રહેતા ઈસુ અહમદ શાહ અને અલીત નામના બે ઢોગી શૈલેષભાઈના ઘરે ગયા હતા અને ‘‘તમારો ધંધો સારો ચાલશે તે માટે વિધિ કરાવવી પડશે’’ તેવું શૈલેષભાઈને જણાવ્યુ઼ હતું અને એક કલાક શૈલેષભાઈને બહાર મોકલી તેમજ પત્ની સાથે અલીને પહેલા માળે પૂજા શરૂ કરી હતી. બીજી બાજુ નીચેની રૂમમાં બેઠેલા ઈસુ અહમદ શાહે કબાટમાં રહેલ સોનાની ચાર બંગડી કિ. રૂ. ૧.૫૦ લાખ, બે સોનાની ચેન કિ. રૂ. ૧.૦૫ લાખ રોકડ રૂપિયા ૮૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૩૫,૦૦૦ ચોરી લીધા હતા. બાદમાં બન્ને ફરાર થઇ ગયા હતા. ચોરીના બનાવ અંગે શૈલેષભાઈ મહેતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY