સુરત, તા. ૨૬
ખટોદરા નવજીવન સર્કલ સ્વામી ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી પાનના ગલ્લા પાસે પાર્ક કરેલી મોપેડની ડીકીમાંથી રૂ. ૧ લાખ રોકડાની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકમાં નોîધાયો હતો. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ કોલકાતાના વતની અને હાલમાં શ્રીરામ માર્બલ ભટાર રોડ ખાતે સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રોહનભાઈ કવરાણા એ પોતાની મોપેડ જીજે-૦૫-એચપી-૮૦૪૩ના ડીકીમાં રૂ. ૫૦૦ના દરના બે બંડલો મૂક્યા હતા. ગત સાંજના સુમારે નવજીવન સર્કલ પાસે મૂકેલી મોપેડની ડીકીમાંથી રૂ. ૧ લાખની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રોહન કવરાણાએ ખટોદરા પોલીસ મથકïમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



