વલસાડ જિલ્લા આયોજન મંડળના વિવિધ જોગવાઈઓ હેઠળના રૂ.૯૧૦ લાખના ૫૧૪ કામોને મંજૂરી

0
9

વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
વલસાડ, તા.૨૬
પ્રજાકલ્યાણના વિકાસ કામોમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને પૂર્ણ સંવેદના સાથે કાર્ય પૂર્ણ કરવાની હિમાયત કરતા વલસાડના પ્રભારી મંત્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણીએ આયોજન મંડળના પત્રકોમાં પ્રગતિ હેઠળના કામોની નોંધની સામે, હવેથી કામ પૂર્ણ થયાની નોંધ થાય તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું. વલસાડ જિલ્લા આયોજન મંડળના સને ર૦૧૯/ર૦ના વિવિધ જાગવાઇઓ હેઠળના કુલ રૂ. ૯૧૦ લાખના ૫૧૪ કામોને મંજુરી આપવામાં આવી હતી.
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાને લઇને જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાની અપીલ સાથે, મંત્રી કિશોરભાઇ કાનાણીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને હકારાત્મક્તા સાથે કાર્યો પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનિય છે કે, વલસાડ જિલ્લા આયોજન મંડળ દ્વારા સને ર૦૧૯/ર૦ના વર્ષ માટે ૧પ ટકા વિવેકાધિન જાગવાઇ હેઠળ કુલ રૂ.૭પર.પ૦ લાખનું આયોજન કરાયું છે. જે મુજબ ધરમપુર તાલુકા માટે ૧પ૦ લાખ, કપરાડા તાલુકા માટે ૧૪૭.પ૦ લાખ, પારડી માટે રૂ.૧૧૭.પ૦ લાખ, ઉમરગામ માટે રૂ.૧રર.પ૦ લાખ, વાપી માટે રૂ.૯૭.પ૦ લાખ અને વલસાડ તાલુકા માટે રૂ.૧૧૭.પ૦ લાખની જાગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પ ટકા પ્રોત્સાહક જાગવાઇ હેઠળ વલસાડ જિલ્લામાં સને ર૦૧૯/ર૦ માટે કુલ રૂ.રપ લાખની જાગવાઇ કરવામાં આવી છે. જે પૈકી વલસાડ અને પારડી તાલુકા માટે રૂ.૭.પ૦ લાખ તથા ધરમપુર, કપરાડા અને ઉમરગામ તથા વાપી તાલુકાઓ માટે રૂપિયા અઢી-અઢી લાખની જાગવાઇ કરવામાં આવી છે. ૧પ ટકા વિવેકાધિન અને પ ટકા પ્રોત્સાહક જાગવાઇ ઉપરાંત ૧પ ટકા વિવેકાધીન જાગવાઇ હેઠળ જિલ્લાની કુલ પાંચ નગરપાલિકાઓ વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર માટે રપ-રપ લાખ મળી કુલ રૂ.૧રપ લાખની જોગવાઇ પણ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ, આયોજન મંડળના ઓબ્ઝર્વર અને નાયબ સચિવ શ્રી સુથાર, જિલ્લા આયોજન અધિકારી એ.યુ.પંચોલી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY