પીક અવર્સમાં દર ૮ મિનિટે બસ સેવા પ્રાપ્ત થશે
સુરત, તા.૨૭
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં બીઆરટીએસ અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખૂબ જ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહેલ છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થી રહેલ છે. હાલમાં બીઆરટીએસના કુલ ૯ કોરિડોર મળીને આશરે દૈનિક ૧,૦૫,૦૦૦ થી પેસેન્જરો તેમજ સીટી બસના કુલ ૩૫ રૂટ ઉપર આશરે દૈનિક ૧,૦૦,૦૦૦ પેસેન્જરો મળી કુલ ૨,૦૫,૦૦૦ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહેલ છે.
જાહેર પરિવહન સેવાનો શહેરીજનો દ્વારા હાલમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહેલ છે. જેને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા નવા બીઆરટીએસ રૂટ નં.૨૧ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઈડીસી તા.૨૭-૨-૨૦૧૯ના રોજથી શરૂ કરવામાં આવનાર છે. આ રૂટ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઈડીસી તા.૨૭-૨-૨૦૧૯ના રોજથી શરૂ કરવામાં આવનાર છે. આ રૂટ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઈડીસી વાયા પાલનપુર પાટીયા, નવયુગ કોલેજ, જીલાની બ્રીજ, કતારગામ દરવાજા, ગોટાલાવાડી, રેલવે સટેશન, સહારા દરવાજા, આઈમાતા ચોક, મગોબ ગામ, પરવત ગામ, ડીંડોલી, વારીગૃહ, પ્રમુખ પાર્ક, બ્રીજ થઈ પાંડેસરા જીઆઈડીસી સુધીના વિસ્તારને આવરી લેવામાં આવશે. આ રૂટ શરૂ કરવાથી રાંદેર, અડાજણ, કતારગામ, રેલવે સ્ટેશન, લીંબાયત વિસ્તારના રહેવાસીઅો, નોકરિયાત તથા ધંધાદારી લોકોને પાંડેસરા વિસ્તારની બસ સેવાની કનેક્ટિવિટી મળશે. આ રૂટમાં કુલ ૨૪ બસ મુકવામાં આવનાર છે અને પીકઅવર્સમાં દર આઠ મિનિટે બસ સેવા પ્રાપ્ત થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




