દુકાનદાર પાસેથી ઉધારીમાં રૂ. ૯.૬૦ લાખનો માલ ખરીદી ઠગાઈ વેપારી નંદ કિશોર ડાયમાએ છેતરપિંડી કરી

0
9

સુરત, તા. ૨૪
ઉધારમાં કાપડની ખરીદી કરી રૂપિયા ૯.૬૦ લાખની ઠગાઈ કરનાર વેપારી સામે ફરિયાદ નોંધાઇ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા હીરાબાગ પૂર્વિ સોસાયટીમાં રહેતા હાર્દિક અરવિંદભાઈ સાવજે આરોપી નંદકિશોર ડાયમા (પ્રાઈમ સ્કવેર ટેક્ષ્ટાઈલ માર્કેટ, રીંગરોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી પાસેથી બેન્ગરેલી તથા સાર્ટીન કાપડની ખરીદી કરી રૂ. ૪૦,૦૦૦ રોકડા ચૂકવી રૂપિયા ૯,૬૦,૦૦૦ બાકી રાખ્યા હતા. આ પેમેન્ટ આજદિન નહીં ચૂકવી આરોપી નંદકિશોર ડાયમાએ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી છે. આમ ઉધારમાં કાપડની ખરીદી કરી આરોપી નંદ કિશોર સામે ૯.૬૦ લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંઘાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્નાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY