યોગી ચોક પ્રમુખ છાયા સોસાયટીમાં આગ

0
19

સુરત, તા.૧
આજે સવાર પોણા અગિયાર વાગ્યાના સુમારે યોફગીચોક પ્રમુખ છાયા સોસાયટીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર રીઝીવાડિયા તાત્કાલિત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. યોગી ચોક પ્રમુખ છાયા સોસાયટીમાં આવેલા તીક્ષાપત્રી એવન્યુ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર આગ લાગી હતી. મીટરપેટીમાં શોર્ટ સર્કિત થતા આગ હોવાનુંï પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગથી મીટર સળગી ગયો છે. અન્ય કોઈપણ માલ સામાન કે ચીજવસ્તુને નુકસાન થયું નથી. ફાયરની ટીમ સ્થળ ઉપર પહોîચી કામગીરી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY