અનાજ કરિયાણાની દુકાનમાંથી ૪૨ હજારની મતાની ચોરી

0
4

સુરત, તા.૧
બારડોલી સુરાલી ગામના એક કરિયાણા સ્ટોર્સની દુકાનમાંથી ૪૦ હજાર રૂ. રોકડા તથા બે સિંગતેલના ડબ્બાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકમાં નોધાયો હતો. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બારડોલી તાલુકાના મઢી ગામના ચંપા ફળિયામાં મીરાબેન રાધેશ્યામભાઈ કુમાવત રહે છે. તેમની એક અનાજ કરિયાણાની દુકાન સુરાલી ગામ ખાતે આવેલી છે. તેમની અનાજ કરિયાણાની દુકાનના શટલમાં મારેલો તાળાતોડી અંદર પ્રવેશી તસ્કરોએ રૂ. ૪૦ હજાર રોકડા તથા સિંગતેલના ૧૫ કિલોના બે નંગ ડબ્બા કિંમત રૂ. ૨૫૦૦/- મળી કુલ્લે ૪૨,૫૦૦ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બારડોલી પોલીસ મથકમાં મીરાબેન ગયા હતા. બારડોલી પોલીસ મથકમાં મીરાબેન કુમાવતે ફરિયાદ નોîધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY