ફરજીયાત મતદાન કરવા માટે અપીલ કરી
આહવા, તા.૨
ડાંગની દિકરી અને દેશની સ્વર્ણપરી કુ.સરીતા ગાયકવાડને ડાંગ જિલ્લા ચૂંટણી પ્રશાસન દ્વારા જિલ્લાના આઇકોન તરીકે પસંદગી કરવામાં આવી છે.
ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી એન.કે.ડામોર દ્વારા મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય, અને સમગ્ર દેશને રમતગમત ક્ષેત્રે ગૌરવ અપાવનારી કરાડીઆંબા ગામની દિકરી કુ.સરીતા ગાયકવાડની લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન જિલ્લા આઇકોન તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, સને ર૦૧૮માં રમાયેલી એશિયન ગેમ્સમાં કુ.સરીતા ગાયકવાડ આણી મંડળીએ ૪/૪૦૦ મીટર રીલે દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
મતદાર જાગૃતિ અભિયાન માટે કુ.સરીતા ગાયકવાડની જિલ્લા આઇકોન તરીકે પસંદગી થતા એક ટેલિફોનિક મુલાકાતમાં ખાસ કરીને યુવા મતદારોને તેમના નામો ફરજિયાતપણે મતદાર યાદીમાં નોîધાવવા તથા લોકશાહીના જતન માટે ફરજિયાત મતદાન કરવા માટે તેણીએ અપીલ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



