ભાઠેના કોંગ્રેસ કાર્યાલય પાસે એકત્ર થયેલા કોંગ્રેસના અગ્રણીઅો તથા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ
સુરત, તા. ૧૧
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉજળા દેખાવને પગલે સુરત શહેર કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો અને આજે બપોરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પ્રમુખ બાબુભાઈ રાયકાના ઘરે પહોંચી જઈ ફટાકડા ફોડી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ભાઠેના ખાતે આવેલી કોંગ્રેસ અોફિસે પણ ઢોલનગારા સાથે કાર્યકરો પહોંચી જઈ ફટાકડા ફોડી કોંગ્રેસની જીતને વધાવી હતી.
અત્રે નોંધનીય છે કે પાંચ રાજ્યોની આ ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાનીમાં ખૂબ જ સારો દેખાવો કર્યો છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સત્તા તરફ આગળ વધી રહી છે. આજના ચૂંટણી પરિણામથી કોંગ્રેસ પક્ષમાં નવો ઉત્સવ વ્યાપી ગયો છે.લાંબા સમયથી સત્તા સુખથી વંચિત કોંગ્રેસ પક્ષને ફરીથી આ રાજ્યોમાં પ્રજાએ આવકારતા કોંગ્રેસ પક્ષમાં નવુ જામ આવી રહ્નાં ગયું છે.
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં સૌથી મોટા ગણાતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સત્તા તરફ વાપસી થતા સુરત કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ બેવડાવાયો છે અને પરિણામોને આવકારવા સુરત કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ભાજપ ઉત્સવ મનાવાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



