જહાંગીરપુરા ત્રણ રસ્તા પર કારે રાહદારીને ઉડાવી દેતા ગંભીર

0
5

ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરાયો
સુરત, તા. ૧૧
જહાંગીરપુરા એસ્સાર પેટ્રોલપંપïની સામે રાહદારી યુવકને સફેદ કલરની કારના ચાલકે અડફેટે લઈ ગંભીર ઈજા કરી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
જહાંગીરપુરા પોલીસ મથકના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ૮/૧૨/૨૦૧૮ના રોજ મળસ્કે સવા પાંચ વાગ્યાના સુમારે જહાંગીરપુરા ત્રણ રસ્તા નજીક એસ્સાર પેટ્રોલપંપ પાસે અકસ્માત સર્જાયો હતો. અજાણી સફેદ કલરની કારના ચાલકે રાહદારી યુવકે પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ યશ રાજુભાઈ પટેલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં યશની હાલત ગંભીર બની છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલ કાર ચાલકની તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY