મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી સાથે મંદિરોમાં ભક્તોની ભીડ

0
6

સુરત, તા. ૪
આજે સોમવારના દિવસે મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી વહેલી સવારથી હર હર મહાદેવના નાદ સાથે શરૂ થઈ છે. આખો દિવસ શિવ મંદિરોમાં ઘીના કમળ રૂદ્રાભિષેક મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ભગવાન શિવની આરાધના માટે ઉત્તમ ગણાતો દિવસ એટલે મહાશિવરાત્રિની ઉજવણી માટે શહેરના તમામ શિવાલયોમાં પૂજા, અર્ચના, અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં મહાશિવરાત્રિનું મહત્ત્વ અનેરૂ આંકવામાં આવ્યું છે. શિયાળાની ૠતુનો છેલ્લો દિવસ અનેઉનાળાનો પ્રારંભ ગણવામાં આવ્યો છે. આખા વર્ષ દરમિયાન ૧૨ શિવરાત્રિ આવે છે તેમાં મહાવદ પક્ષની ચોદશે મહાશિવરાત્રી આવે છે જે તમામ શિવરાત્રિમાં મહાશિવરાત્રિનું અનેરૂ મહત્વ હોય છે. આજે વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં પહોîચી ગયા હતા. હર હર મહાદેવના નારાઅોથી શિવાલયો ગુંજી ઉઠયા હતા. મહાશિવરાત્રિ માટે મંદિરોમાં પણ વિશેષ સાજ શૃંગાર લાઈટીંગનીï રોશની કરવામાં આવી હતી.ભગવાન શિવજીના ભજનો અને આરતીનો લાભ લેવા માટેવહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી હતી. મંદિરોમાં પણ આજે સવારથી જ સાંજ સુધી ભગવાન શિવને પ્રિય ઘીના કમળ ચડાવવાની સાથે ભક્તો દ્વારા રૂદ્રાભિષેક, યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યં હતું. મહાઆરતીની સાથે મંદિરોમાં મહાપ્રસાદી તેમજ મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ ઠંડાઈનો પ્રસાદ પણ ભક્તોને વહેચવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY