સુરત,તા.૨૧
સુરત એરપોર્ટ પર સતત ફ્લાઇટની સંખ્યા વધી રહી છે, જેને કારણે સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. માત્ર છ મહિનાના અરસામાં સુરત એરપોર્ટ પર નોંધાયેલા મુસાફરોની સંખ્યા બમણી થઇ ગઇ છે. આ પ્રકારે છ મહિનામાં ૧૦૭ ટકા તથા નવ મહિનામાં ૧૩૨ ટકાની પેસેન્જર્સ વૃદ્ધિ નોંધાઇ છે. સુરત એરપોર્ટ દ્વારા રિલિઝ કરાયેલા આંકડાઓ મુજબ, એપ્રિલ ૨૦૧૮માં સુરત એરપોર્ટ પરથી વિમાની સેવાનો લાભ લેનારા મુસાફરોની સંખ્યા ૬૩૫૦૫ હતી. જ્યારે જૂન ૨૦૧૮માં મુસાફરોની સંખ્યા ૭૦૮૭૮ નોંધાઇ હતી. મુસાફરોની સંખ્યામાં સતત વધારો ચાલુ રહ્યો હતો. જે સંખ્યા ડિસેમ્બર ૨૦૧૮ના અંતે વધીને ૧,૪૭,૨૪૩ થઇ હતી. આ પ્રકારે ચાલુ નાણાકીય વર્ષના ત્રણ ક્વાર્ટરમાં મુસાફરોની સંખ્યામાં ૧૩૨ ટકાનો જ્યારે જૂનથી ડિસેમ્બર માસના છ મહિનામાં ૧૦૭ ટકાનો વધારો નોંધાયો હતો.
સુરત દેશના ૧૪ શહેરો સાથે વિમાનીસેવાથી સંકળાયેલું છે. જેમાં દેશના તમામ ચારેય મેટ્રોસિટીઝ દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇ ઉપરાંત જયપુર, હૈદરાબાદ, ગોવા, બેગ્લુરુ, જેસલમેર તથા ઉદેપુર સાથે સીધી વિમાનીસેવા છે. આ ઉપરાંત વિશાખાપટનમ, કોઇમ્બતુર, ભુવનેશ્વર તથા વારાણસી સાથે કનેક્ટિંગ કે વાયા ફ્લાઇટ ર્સિવસ છે.
સુરત એરપોર્ટ પર હાલમાં ર્ટિમનલ બિલ્ડિંગના મોડિફિકેશનની કામગીરી ચાલી રહી છે. જે બે મહિનામાં પૂર્ણ થાય તેવી શકીયતા છે. આ સાથે જ સુરત એરપોર્ટના વર્તમાન ર્ટિમનલ બિલ્ડિંગના એક્સપાન્સનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ૩૦ જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે રૃપિયા ૧૫૩ કરોડના આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જાણકારો મુજબ ટૂંકમાં ટેક્સી વે, એપ્રન તથા ર્પિંકગ પ્રોજેક્ટની પણ કામગીરી આગળ ધપાવવામાં આવી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





