ટ્રકને વીજતાર અડી જતા બે લોકોના મોત

0
28

સુરત, તા. ૫
માંડવી તાલુકાના પુના ગામે હાઈટેન્શન વીજïતાર સાથે ટ્રક અડતા પ્રસરેલા કરંટને કારણે બે વ્યકિતઓના સ્થળ પર જ મોત થયા હતા.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવી અનુસાર ગઈકાલે માંડવી તાલુકાના પુનાગામે ઉશ્કેર ફળિયાના રોડ પર શેરડી ભરેલી ટ્રકનો ઉપરનો ભોગ જીવંત હાઈટેન્શન વીજતારને અડતા આખી ટ્રકમાં કરંટ પ્રસર્યો હતો. જેના કારણે ટ્રકમાં સવાર મનીષભાઇ ભુપેન્દ્રભાઈ ગામીત (ઉ.વ. ૨૨) રહે. બાલપુર, તા. ડોલવણ જિ. તાપી તથા નીલેશભાઈ શંકરભાઈ વસાવા (ઉ.વ. ૨૨) રહે. ચીતલત્ર તા. ઉમરપાડા, સુરતના કરંટ લાગવાની સ્થળ પર જ મોત થયા હતા. જેની સાથે ઘટના બની તે ટ્રક પુના ગામે ઉશ્ïકેર ફળિયાના નીલેશભાઈ વીનુભાઈ ચૌધરીના ખેતરમાંથી શેરડી ભરી મઢી સુગર ફેક્ટરીમાં જવા નીકળી હતી. ત્યારે રસ્તામાં આ ઘટના સર્જાઈ હતી. સર્જાયેલા અકસ્માતના બનાવ અંગે ખેત મજૂર શાહીદ યુસૂફ ગજીયા રહે. સુરતીજાપા, ખત્રીવાડ, તા. બારડોલી, જિ. સુરતએ માંડવી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘરના સ્થળે પહોîચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY