હળપતિવાસના મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો
સુરત, તા. ૫
કડોદરા જીઆઈડીસી નિયોલ ગામ હળપતિવાસમાં દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસïકર્મીઅોï ઉપર બુટલેગરોએ હુમલો કર્યોહતો. સ્ટેટ મોનીટરીંગ સેલે બુટલેગર દંપતીની ધરપકડ કરી રૂ. ૧.૩૨ લાખનો મુદ્દામલ જપ્ત કર્યો હતો. ચાર જણાંને વોન્ટેડ જાહેર કરાયા હતા.
સ્ટેટ મોનીટરિંગ સેલે બાતમીના આધારેï નિયોલ ગામ હળપતિવાસના બુટલેગરોને ત્યાં દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન બુટલેગરોએ પોલીસ ટીમ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ ઠાકોર દિનેશ રાઠોડ, દીપિકાબેન ઠાકોરની ધરપકડ કરી દારૂની ૪૮૫ બોટલ, રોકડા રૂ. ૬૪,૩૦૦, ચાર મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૧,૩૨,૬૪૦નો મુદ્દામાલ જપ્ïત કર્યો હતો. સ્ટેટ મોનીટરિંગ સેલે આરોપી ઠાકોર દીનેશ, દીપિકાબેન વોન્ટેડ જયંતી ઉર્ફે શંભુ શાંતિલાલ, સંજયુ, ભીખી મહેશ રાઠોડ, હરીશ બાબુ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




