કાપોદ્રામાં રત્નકલાકારના મોબાઈલ ફોનની ચીલઝડપ

0
11

બાઈક સવારો મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા
સુરત, તા. ૫
કાપોદ્રા સોમનાથ સોસાયટી પાસેથી થતા એક રત્નકલાકારના હાથમાંથી રૂ. ૮ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી મોટર સાઈકલ પર આવેલા બે ઈસમો ફરાર થઇ ગયા હોવાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશભાઈ દેવસીભાઈ સેલડીયા કે જેઓ કાપોદ્રા સહયોગ સોસાયટી પાસે રહે છે. તેઅો ગત તા. ૨જી માર્ચના રોજ કાપોદ્રા સોમનાથ સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે મવોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમના હાથમાંથી રૂ. ૮ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. કાપોદ્રા પોલીસ મથકમાં રત્નકલાકારે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY