વરેલી અને હરીપુરાના બે બુટલેગરો ફરાર
કડોદરા, તા. ૫
વરેલી ગામની સીમમાંથી કડોદર પોલીસે રૂ. ૬૭૦૦૦ની કિંમતનો વિદેશી બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડી નાસી છૂટેલા બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત બપોરે કડોદરા પોલીસ સ્ટાફ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આધારે વરેલી ગામની સીમમાં ગગન મિલ તરફ જતા રસ્તા પાસે એક લાકડાની કેબીનમાં તપાસ કરતા કેબીનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની બોટલો સીલબંધ પુઠાના બોક્સ નંગ ૧૪ કુલ બાટલી નંગ-૬૭૨ કિ. રૂ. ૬૭૨૦૦નો મુદ્દામાલ કબજે લઈ નાસી છૂટેલ બુટલેગર સતીષ વજીરભાઈ ઢોડાઈભાઈ યાદવ રહે. વરેલી શાંતિ પેલેસ તથા જયંતી ઉર્ફે શંભુ શાંતિલાલ કલ્યાણજી ઢીમ્મર રહે. હરીપુરાનાને વોન્ટેડ જાહેર કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





