કોલકાતા,તા.૧૬
હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને એક વધુ મોકો આપવાની અરજ કરતા નામાંકિત ક્રિકેટ અમ્પાયર સિમન ટૌફેલે કહ્યુ હતું કે ‘આપણે બધા ભૂલ કરીએ છીએ,’
પંડ્યા (૨૫) અને રાહુલ (૨૬)ને બોલીવૂડના કરન જાહર દ્વારા યોજિત એક ટેલિવિઝન કાર્યક્રમમાં મહિલાઓ માટે અસભ્ય ટીકા કરવા બદલ બી. સી. સી. આઈ. (બાર્ડ આૅફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા દ્વારા સસ્પેન્ડ કરાઈ આૅસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસની અધવચ્ચેથી સ્વદેશ પાછા બોલાવી લેવામાં આવ્યા હતા.
અહીં એક સ્થાનિક ક્રિકેટ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ ૪૭ વર્ષના ટૌફેલે કહ્યુ હતું કે આપણે બધા સમય સમયે ભૂલ કરતા રહ્યા છે અને આપણે બધા તેમાંથી પાઠ શીખ્યે છીએ.
તેમણે કહ્યુ હતું કે તેઓએ પોતાના જીવનમાં ઘણી ભૂલ કરી છે અને તેમાંથી પોતે શીખ્યા છે. ટૌફેલે કહ્યુ હતું કે આ બંને ખેલાડીએ તેઓની કારકિર્દી આગળ વધારવાની રહે છે અને આશા કરી હતી કે તેઓ આ પ્રકરણમાંથી વધુ સારા માનવી બની બહાર આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



