ખટોદરામાં ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝબ્બે

0
26

ગોડાઉન ભાડે રાખી દારૂનો વેપલો શરૂ કરી દેવાયો
સુરત, તા. ૫
ખટોદરા સોમાકાનજીની વાડી પાસે આવેલ એક મારવાડીના કારખાના ગ્રાઉન્ડ ફલોર પર વગર પાસ પરમીટની કુલ્લેï ૩૧૮ નંગ બોટલો કિંમત રૂ. ૧.૫૨ લાખની મતાની કબજે કરી પોલીસે એક આરોપીને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સૈયદપુરા વાવ શેરી અસારવાળા હોસ્પિટલ પાસે છૂટક દારૂનો વેપલો કરે છે. તેમનું એક કારખાનું ખાતુ સોમા કાનજીની વાડીમાં આવેલું છે. ગત તા. ૩જી માર્ચના રોજ આ મારવાડીના ખાતામાં ખટોદરા પોલીસે દરોડા પાડી વગર પાસ પરમીટની ૩૧૮ નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ. ૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ૧.૫૨ લાખની કિંમતની બોટલો કબજે કરી હતી. પ્રોહીબશન એકટïના ગુનામાં પોલીસે ભરત શર્માને વોન્ટેડ જાહેર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY