ઉધના અને લીંબાયતને જોડતા રેલવે ઓવરબ્રિજનું કાલે ઉદ્દઘાટન કરાશે

0
23

આરોગ્યમંત્રી કાનાણીના હસતે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાશે
સુરત, તા. ૬
લીંબાયત વિસ્તારના લાખો લોકોની વર્ષો જૂની રેલવે ઓવર બ્રિજની માગ આવતીકાલે પૂર્ણ થશે. પાલિકા દ્વારા ૨૯ કરોડના ખર્ચે નવનિર્મિત આરઓબીનું કાલે સાંજે લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા શહેરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે કરવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રી કિશોરભાઈ કાનાણી, મેયર ડો. જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર નિરવ શાહ, સ્થાયી અધ્યક્ષ અનિલ ગોપલાણી, મનપા કમિશનર એમ. થેન્નારસન, સાંસદ સી.આર. પાટીલ દર્શના જરદોષ સહિત ધારાસભ્યો અને કોર્પોરેટરોની ઉપસ્થિતિ વચ્ચે આવતીકાલે બપોરે દોઢથી ચાર વાગ્યા સુધીમાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે કોસાડ ખાતે વોક વે, કતારગામમાં પ્રધાનમંત્રી આવાસ, ટુંકી કોમ્યુનિટી હોલ, ચોકબજાર કિલ્લા ખાતે કોન્ફરન્સïરૂમ હેરીટેઝ લાઈબ્રેરી અને ઉધના રેલવે સ્ટેશન નજીક ગરનાળા પાસે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ ઉધના રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ બાદ રૂપનગર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લીંબાયત ત્રિવસ્તારના લોકોની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મેળવવા તેમજ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવાથી ગરનાળુ જીમ થઈ જવાની સમસ્યાનું નિરાકરણ રેલવે અોવરબ્રિજના લોકાર્પણથી થશે. ત્યારબાદ ખજાદ ખાતે ૧૦૩ કરોડના ખર્ચે ડ્રીમ સિટી માટે સીસી રોડના ખાતમુહૂર્તનું કામ શરૂ કરવામાં આવશે. આવતીકાલે લોકાર્પણ થનાર ઉધના-લીંબાયત રેલવે ઓવર બ્રિજને અંતિમ ઓપન આપવા માટે પાલિકા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY