કલાકુંજ ખાડી બ્રીજને નડતી મિલકતોનું ડીમોલીશન
સુરત, તા.૭
જૂના પૂર્વ વરાછા ઝોન-એમાં સમાવિષ્ટ ફા ટી.પી. સ્કીમ નં.૧૬ કાપોદ્રાના ફા. પ્લોટ નં.૧૦૯, નવી ટાંકીપાળ, પાણીની ટાંકી પાસે, વરાછા મેઈન રોડથી કલાકુંજ સોસાયટી સુધી તથા કલાકુંજ સોસાયટી શ્રીરામનગર સુધી ખાડીમાં બંને કાંઠે બનતા ફ્લાય અોવર બ્રીજ તથા સદર ફ્લાય અોવર બ્રીજની નીચેના ભાગમાં ૩૦.૦૦મી ખાડી ટી.પી. રોડમાં નવી ટાંકી પાળ પાણીની ટાંકીના ખાડી તરફના નડતરરૂપ આર.સી.સી. તથા કાચા મકાનો અંદાજે ૨૦૦.૦૦ ચો.મી.ના માપ વિસ્તારમાં દૂર કરી, ખાડી પર અંદાજીત ૮૫.૦૦ ૨.મી લંબાઈવાળો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો. જેથી કલાકુંજ ખાડી બ્રીજની કામગીરી સરળથાથી અને ઝડપથી હાથ ધરી શકાશે.
આ કામગીરી એડી.સીટી ઈજનેરની સૂચના મુજબ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસના સ્ટાફ, દબાણ ખાતાનો સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ સહિત પાર પાડવામાં આવેલ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



