પ્રિયંકાના પતિ નિક જોનસને ડેટ કરવા માગે છે ભૂમિ પેડનેકર

0
5

મુંબઈ,તા.૨૯
કરન જાહરના ચેટ શો કોફિ વિથ કરન-૬માં રવિવારે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મહેમાન બનીને આવ્યા હતા. આ દરમિયાન બન્નેએ પોતાના વ્યકિતગત જીવન ઉપરાંત પોતાની ફિલ્મી કારકિર્દી વિશે પણ વાત કરી હતી. શોમાં બન્ને સ્ટાર પોત પોતાના ક્રશ અને ડેટ વિશે કરણ જાહરને જણાવ્યું હતું.
કરન જાહરે રાજકુમાર રાવને પૂછ્યું હતું કે, તે કઇ અભિનેત્રીને ડેટ કરવાની ઇચ્છા રાખે છે? જેના જવાબમાં રાજકુમારે જણાવ્યું હતું કે તે દીપિકા પાદુકોણને ડેટ કરવા ઇચ્છે, જા તે સિંગલ હોત.
જ્યારે કરને ભૂમિને પૂછ્યું કે તેને કોઇ અભિનેત્રીના પતિ અથવા બોયફ્રેન્ડને ડેટ કરવાનો મોકો મળે તો તું કોને પસંદ કરીશ? જેના જવાબમાં ભૂમિએ કહ્યું કે, તે પ્રિયંકા ચોપરાના પતિ નિક જાનસને ડેટ કરવા ઇચ્છે. તે ખરેખર શાનદાર છે. તેના ગીત સાંભળીને હું મોટી થઇ છું. તે ખૂબ જ કિયુંટ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY