રાંદેર ઝોન દ્વારા ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન

0
7

સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન રાંદેર દ્વારા તા.૬-૩-૨૦૧૯ના રોજ મોજે અડાજણ ગામતળ વિસ્તારમાં આવેલ ટીકા નં.૮૪, ચાલતા નં.૯૬, ૯૭, ૯૮ તથા ૫૪૨ વાળી મિલ્કતના મિલ્કતદાર દ્વારા મંજૂર પ્લાન વિરૂદ્ધ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ વાળી જગ્યામાં તેમજ પાંચમાં માળે ઓપન ટેરેસ વાળી જગ્યામાં આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ જેટલું આર.સી.સી. સ્લેબ, બીમ તથા ચણતર કામ સહિતનું કરેલ ગેરકાયદેસર બાંધકામ અત્રેથી દૂર કરેલ છે. સદર ડીમોલીશન અન્વયે મિલ્કતદાર પાસેથી કુલ રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ પેટે વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY