પાંડેસરામાં ગેસ લીક થવાના કારણે આગ

0
37

સુરત, તા. ૮
પાંડેસરા ગણપત નગર નજીક આવેલ શિવમનગર ખાતે આજે સવારે એક મકાનમાં સિલિન્ડર આજે સવારે એક મકાનમાં સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારેડ પાંડેસરા ગણપતનગર નજીક શિવમ નગર ખાતે પ્લોટ નં. ૯૧માં ગેસ લીકેજ થવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગેસ લીકેજના લીધે શિવમનગરના રહેવાસીઅોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા સિલિન્ડરને સુરક્ષિત રીતે ઘરમાંથી બહાર કાઢીને રેગ્યુલેટર બંધ કરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. મકાનમાં માત્ર ગેસ લીકેજ થતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા. આગ ન લાગતા કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયું ન હતું. પરંતુ સ્થાનિકોમાં દોડધામ મચી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY