નારાયણ સાંઈ દુષ્કર્મ કેસનો ચુકાદો ૨૦ માર્ચે જાહેર કરાશે

0
10

બળાત્કાર કેસમાં નારાયણ સાંઈ પાંચ વર્ષથી જેલમાં છે
સુરત, તા.૮
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં આરોપી નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સામેની ટ્રાયલ પુરી થઈ હતી. આ કેસનો અંતિમ ચુકાદો ૨૦મી માર્ચે આવશે એવું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે ગત તા.૬ ઓક્ટોબર ૨૦૧૩માં જહાંગીરપુરા પોલીસ મથકમાં શહેરની એક યુવતીએ નારાયણ સાંઈ સામે બળાત્કારની એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૫૮ દિવસ સુધી ભાગતા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસની ટ્રાયલ શરૂ થયા બાદ સરકાર અને બચાવ પક્ષના વકીલોની દલીલો પૂરી થતા હવે આ કેસનો ચુકાદો ૨૦મી માર્ચે આવવાની શક્યતા હોવાનું બચાવ પક્ષના એડવોકેટેએ જણાવ્યું હતું. આરોપી નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી જેલમાં છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY