પાંડેસરામાં સગીર છોકરી પર સગીર છોકરા દ્વારા બળાત્કાર

0
18

પોલીસે પોસકો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો
સુરત, તા. ૮
પાંડેસરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષની સગીર પુત્રી સાથે ત્રણેક વાર બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં પીડિતાએ એક સગીર છોકરા સામે બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે બળાત્કાર અને પોકસોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા વિસ્તારમાં એક શ્રમજીવી પરીવાર રહે છે. પિતા છુટક મજૂરી કરે છે. તેમની એક સગીર પુત્રી ઉ.વ.૧૫ને આ વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના સગીર યુવકે તેની એકલતાનો લાભ લઈ સગીરાના ઘરમાં તેમજ બિલ્ડિંગની છત પર શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ યુવકે પોતાના ઘરમાં લઈ જઈ તેની સાથે બે ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે ગત તા.૬ઠ્ઠી માર્ચના રોજ બપોરના બાર વાગ્યાના સુમારે પુત્રી પોતાની બિલ્ડિંગની છત પર કપડા સૂકવવા ગઈ હતી. ત્યારે પણ તેની પાછળ પાછળ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર તેમજ પોકસોનો ગુનો દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાવવાના ચક્રોગતિમાન કર્યા છે. આ ઉપરાંત ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ સાક્ષીઅોના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY