સુરત મહાનગરપાલિકાએ જાહેર કેરલી યાદી રદ કરવાની માંગણી
સુરત, તા.૧૧
લોકસભાની ચૂં૭ણી જાહેર થતાં જ સુરત મહાનગરપાલિકાએ રવિવારે રજાના દિવસે સફાઈ કામદાર-બેલદારોની પસંદગીની યાદી ફરતી કરી દીધી હતી. ફરી વખત આ પસંદગીના યાદીમાં દલિત સમાજને અન્યાય થતાં આજે દલિત સમાજના સંગઠનોએ સુરત મહાનગરપાલિકાની કચેરીનો ઘેરો ઘાલી ઉગ્ર દેખાવો કર્યો હતો.
અખિલ ભારતીય સફાઈ મઝદૂર કોગ્રેસના આગેવાનો દ્વારા આજે સવારે મનપા કમિશનર એમ. થેન્ નારસને મળી રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લા પ્રમુખ ધનજી જૈન દ્વારા જણાવવામાં આવ્યું કે, ગતરોજ ૧૦/૦૩/૨૦૧૯ના રોજ સુરત મનપાના સફાઈ કામદાર બેલદાર (ચોથા વર્ગ)ની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં રાત્રિ/ દિવસ દરમિયાન પાલિકામાં રોïજિંદા કામદાર તરીકે ફરજ બજાવતા કોઈપણ કર્મચારીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અમારી યુનિયન દ્વારા આ પ્રસિધ્ધ કરેલ યાદીનો સખત વિરોધ કરવામાં આવે છે. આ યાદીનેરદ કરીને મનપામાં રાત્રિ/ દિવસ દરમિયાન સફાઈ કારનારા રોજિંદા કર્મચારીઓનો કાયમી નોકીરમાં સમાવેશ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. મુગલીસરા મુખ્ય કચેરી ખાતે યુનિયન આગેવાનો સાથેડ મોટી સંખ્યામાં રોજિંદા સફાઈ કર્મચારીઓ હાજર રહેતા પાલિકાના મુખ્ય ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. રોડ ઉપર ઉતરેલા રોજિંદા સફાઈ કમદારોના લીધે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



