વર્ધાની રાષ્ટ્રીય કાર્યવાહક સમિતિમાં સુરતના આનંદીબહેન શાહની વરણી

0
8

અભ્યુદય બહુઉદ્દેશીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાહિત્યનું કાર્ય કરે છે
સુરત, તા.૧૧
અત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રભાષા હિન્દીના અધિવેશનોનું વિશ્વના જુદા જુદા દેશોમાં આયોજન કરતી સંસ્થા અભ્યુદય બહુઉદ્દેશીય સંસ્થા વર્ધાની દ્વિવાર્ષિક સામાન્ય સભામાં સુરતના નામાંકિત શિક્ષણશાસ્ત્રી, વિદ્વાન સાહિત્યકાર, સનિ્નષ્ટ હિન્દી પ્રચારક અને અગ્રણી મહિલા નંદિનીબેન શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અભ્યુદય બહુઉદ્દેશીય સંસ્થા, વર્ધા તરફથી વિસ્વના નોધનીય હિન્દી સાહિત્યકારોનાં પુસ્તકોનાં લોકાર્પણનાં કાર્યક્રમો પણ જુદા જુદા દેશોમાં યોજાય છે. ભૂતકાળમાં કેટલાક વર્ષો પૂર્વે આચાર્યા નંદિનીબેન શાહે લખેલાં પુસ્તક શાલાએ વિશાલ બનેનો લોકાર્પણ સમારોહ અભ્યુદય બહુઉદ્દેશીય સંસ્થા વર્ધા દ્વારા સિંગાપોરમાં યોજાયો હતો. શાલાએ વિશાલ બને પુસ્તક સિંગાપોરનાં ૭૦૦૦ થી વધુ લોકો વાંચ્યું હતું. આચાર્યા નંદિનીબેન શાહ ઈ.સ.૧૯૭૨ થી એટલે કે છેલ્લા ૪૭ વર્ષથી રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે સનિ્નષ્ટપણે કામગીરી બજાવી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY