અપહરણ અને ખંડણી અંગેના ગુનામાં ત્રણનો નિર્દોષ છૂટકારો

0
6

ફરિયાદ પક્ષ ગુનો પરિવાર કરવામાં નિષ્ફળ જતા કોર્ટ ત્રણેયને નિર્દોષ ઠેરવ્યાં
સુરત, તા.૧૧
પુણા-કુંભારીયા રોડ પરથી સાડીનું વર્ક કરતા એક ઈસમનું અપહરણ કરી હેન્ટર વડે માર-મારી ખંડણી માંગવાના એક કેસમાં ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ જતા અને ત્રણેય આરોપીઓના એડવોકેટ અશરફ ગાંજીયાની દલીલોને ગ્રાહૃય રાખી અદાલતે આરોપીઅોને નિર્દોષ છોડવાનો હુકમ કર્યોહતો.
આ કેસની વિગતો એવી છે કે વરાછા એલ.એચ.રોડ માતૃકૃપા સોસાયટીમાં કિશોરભાઈ મનુભાઈ ભલાણા રહે છે. તેઓ સાડીનું વર્ક કરે છે. ગત તા. ૨૫/૬/૨૦૦૧૯ના રોજ સવારે સાડા નવ વાગ્યાના સુમારે કિશોરભાઈ પોતાના કામ-ધંધા પર જતા હતા ત્યારે આરોપીઓ વિનુભાઈ ફૂલજીભાઈ સાવજ, જીતુભાઈ ધોમડિયા તથા સંજય પરમારે પુણા કુંભારિયા રોડ ઈન્ટરસિટી સોસાયટીના પાછળના ગેટ સામેથી તેનું અપહરણ કરીને લક્ષ્મણ નગરની બાજુમાં આવેલી અશોક વાટિકાની ઓફિસમાં લાવી હેન્ટરે-હેન્ટરે વડે મારમારી રૂ. ૧૦ લાખની ખંડણીની માંગણી કરી હતી. પુણા પોલીસ મથકમાં અપહરણ ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનવાણી પૂરી થતા બચાવ પક્ષના એડવોકેટ અશરફ ગાંજીયાની દલીલોને ગ્રાહ્ના રાખી ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY