રાણપુરમાં નવનિયુક્ત મહિલા પીએસઆઇ એમ.જે.સાગઠીયાએ ચાર્જ સંભાળતા અસામાજીક તત્વોમાં ફફડાટ

0
13

કોઈની શરમ રાખ્યા વગર કડક હાથે કામગીરી કરવામાં આવશે-એમ.જે.સાગઠીયા

બોટાદ જીલ્લાના રાણપુરના પી.એસ.આઈ. એ.પી.સલૈયાની ભાવનગર ખાતે બદલી થતા તેમની જગ્યાએ કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા નવનિયુક્ત મહિલા પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયા ને મુકવામાં આવ્યા છે મહિલા પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયાએ ચાર્જ સંભાળતા જ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.નવા આવેલા પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક હાથે કામગીરી કરવામાં આવશે જ્યારે. દારૂ, જુગાર,સ્કુલો આજુ-બાજુ રોમીયોગીરી કરતા તત્વો,મેઈન બજારોમાં ટ્રાફિક,જાહેર માર્ગો ઉપર આડેધડ વાહન પાર્ક કરવા, લુખ્ખા તત્વો, માથાભારે તત્વો, અસામાજીક તત્વો સહીત અસામાજીક પ્રવૃતી કરતા લોકો ઉપર કોઈ પણની શેહ શરમ રાખ્યા વગર કડક હાથે કામગીરી કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.રાણપુર શહેર તથા રાણપુર પંથક ના લોકો ની શાંતિ અને સલામતિ માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.

તસ્વીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY