ભેળસેળ અંગે પારડી અને પલગામના દુકાનદારો વિરદ્ધ કેસ દાખલ કરાયા

0
7

ખાદ્ય સામગ્રીઓના નમૂના ફેઈલ થતા કાનૂની કાર્યવાહી
વલસાડ, તા.૧૬
વલસાડના ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ફુડ સેફટી ઓફિસર કે.જે.પટેલે પારડીના સોમનાથ અોઇલ ડેપો, દુકાન નં.૧,૨, ને.હા.નં.૪૮ પાસેથી લીધેલા સુર બ્રાન્ડ વનસ્પતિ કંપની પેક લેબ પૃથ્થકરણ દરમિયાન સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ ફુડ જણાતાં તેમની સાથે ભેળસેળનો કેસ કરાયો હતો. જ્યારે ઉમરગામ તાલુકાના પલગામ, ગંગાદેવી રોડ ઉપર મે. એસ. નરેન્દ્ર કુમાર એન્ડ કું. પાસેથી ફુલ સેફટી ઓફિસર જી.બી.પટેલે ડબલ ગજરાજ ચના દાળ ફ્રોમ ૩૦ કે.જી. કું. પેક બેગમાંથી લીધેલો નમૂનો મીસબ્રાન્ડેડ જણાતાં તેમની સાથે એફ.એસ.એ. એક્ટ હેઠળ કેસ કરાયો હતો. તંત્ર દ્વારા માહે ફેબ્રુઆરી, ૨૦૧૯ દરમિયાન લેવાયેલા ૨૬ નમૂનાઓ અને અગાઉના માસના બાકી ૨૮ નમૂનાઑઅની લેબોરેટરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૨૮ નમૂનાઓ પાસ અને એક નમૂનો નાપાસ જાહેર થયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY