આરોગ્ય વિભાગે ૧૭૬૪ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડ્યો

0
10

કુબેરનગરમાં ગોડાઉનમાંથી પણ મોટી માત્રામાં પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો
સુરત, તા.૧૯
ઈસ્ટઝોન એના આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૮-૩-૨૦૧૯ના રોજ બરોડા સ્ટિજ, વરાછા મેઈન રોડ ખાતે આકસ્મિક ચકાસણી દરમ્યાન ટેમ્પા નં.જીજે-૫-એયુ-૩૨૪૩માં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જોવા મળતા સદર ટેમ્પોના ડ્રાઈવરને વધુ પૂછપરછ કરતા કતારગામ મુકામે પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનું ગોડાઉન હોય તેમ માલમ પડેલ. જે અંગે ઈસ્ટઝોન એના ઈ.ચા.નાયબ આરોગ્ય અધિકારી ડો. કે.એચ. પટેલ તથા કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. કે.એ. શ્રોફ દ્વારા સંયુક્તપણે શાંતિ વિહાર એપા., પ્લોટ નં.૧૫૮, ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નં.૬-૭-૮-૯-૧૦, કુબેરનગર, પારસ પોલીસ ચોકીની ગલીમાં, નીતા પ્લાસ્ટિક નામની સંસ્થામાં સઘન ચેકિંગ હાથ ધરી ગોડાઉનમાંથી પ્લાસ્ટિકનો ૮૯૯ કિ.ગ્રા. જેટલો જથ્થો જપ્ત કરેલ. તેમજ નવાગામ બી વોર્ડ વિસ્તારમાં ઉક્ત ઝડપાયેલ ટેમ્પામાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૮૬૫ કિ.ગ્રા.નો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન તથા ઈસ્ટઝોન એ દ્વારા સંયુકત હાથ ધરવામાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ દરમ્યાન કુલ ૧૭૬૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી નીતા પ્લાસ્ટિકના માલિક મનીષ રમણિકલાલ શાહ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ બદલ રૂ.૮૦,૦૦૦ વ.પ. ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY