દક્ષિણ-પિમ તરફથી પવન ફુંકાતા આકરા તાપમાં આજે પણ રાહત

0
13

સાંજ સુધી મહત્તમ ૩૮ ડીગ્રી તાપમાન થવાની શક્યતા
સુરત, તા.૩૦
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો રેકોડબ્રેક થવાની સાથે ગતરોજથી દક્ષિણ ગુજરાતના તાપમાનમાં નજીવી રાહત અનુભવાઈ છે. આજે પણ ગરમીનું પ્રમાણ સામાન્ય કરતા નીચું રહે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ શહેરનું અધિકતમ તાપમાન ૩૬.૮ ડીગ્રી નોîધાયું હતું. જે આજે નજીવા વધારા સાથે ૩૮ ડીગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે સવારથી જ દક્ષિણ પિમ દિશાથી કલાકના ૭ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના હોવા છતાં ગરમીનો અનુભવ યથાવત રહ્ના છે. આજે બપોરે ૧૨ કલાકે જ તાપમાન ૩૫ ડીગ્રી વટાવી ગયો છે. સાંજ સુધી ૩૮ ડીગ્રી થવાની શક્યતા છે. નવસારીમાં ૩૭ ડીગ્રી અને વલસાડમાં ૩૬.૫ ડીગ્રી અધિકતમ તાપમાન નોîધાયું છે.
સમગ્ર રાજ્યમાં ગત સપ્તાહ દરમ્યાન ઉનાળાના આકરા તાપનો અનુભવ થયો હતો. આજે પણ રાજ્યના કેટલાક શહેરોમાં અધિકતમ તાપમાન ૪૩થી ૪૪ ડીગ્રી સુધી નોîધાયું છે. આગામી સપ્તાહ દરમ્યાન ગરમીમાં નજીવી રાહત મળે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY