ફરજ દરમિયાન કંપનીના રૂપિયા મેનેજરે અંગત કામમાં વાપરી નાંખ્યા
સુરત, તા.૨૦
સિટીલાઈટ રોડ એસ્કોન સીટી કોમ્પ્લેક્સમાં આવેલી કંપનીની ઓફિસમાં કામ કરતો મેનેજરે રૂપિયા ૧૨.૮૨ લાખની ઠગાઈ કરી હતી. નોકરી દરમિયાન મેનેજરે રૂપિયાની ઉચાપત કરતા કંપની તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાર્લે પોઈન્ટ ગેટ વે હોટલની સામે શક્તિનગરમાં રહેતા નવીન અશોકભાઈ આશ્વાનીની સીટીલાઈટ એસ્કોન સીડીમાં આવેલ અોફિસમાં બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજવતો જયંતિ છોટાભાઈ સોલંકી રહે. વડોદરાએ તા.૨૧-૧૦-૧૬ થી તા.૨-૮-૨૦૧૮ દરમિયાન કંપનીના રૂપિયા ૧૨,૮૨,૦૭૬ જમા નહીં કરાવી કંપની સાથે છેતરપિંડી કરી હતી. ઉમરા પોલીસે કંપનીના માલિક નવીન આશ્વાનીની ફરિયાદ નોંધી પોસઈ બી.બી. ગોંડલીયાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



