દુકાન બંધ કરી બંને વેપારીઓ પલાયન થઈ ગયા
સુરત, તા.૨૦
કાપજ બજારમાં બે રાજસ્થાની વેપારીએ લાખો રૂપિયામાં ઉઠમણું કરી દુકાન બંધ કરી ભાગી ગયા હતા.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણાગામ ગૌતમ પાર્ક સોસાયટીમાં રહેતાં વેપારી નવીનચંદ્ર શંભુભાઈ ડાયાણીએ આરોપી ચંદનસિંહ દીપસિંહ રાજપૂત શ્રી આશાપુરી ફેન્સી લેન્સ, સીતાનગર સોસાયટી, પુણા, નરવસિંહ દીપસિંહ રાજપુત દુકાન નં.૯, રવિપાર્ક સોસાયટી, અર્ચના સ્કૂલ સામે વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપી બંને વેપારીએ ફરિયાદી પાસેથી રૂ.૪,૮૯,૪૬૩ની કિંમતનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



