લૂંટનો ભોગ બનેલા યુવક રેલ્વે ટ્રેક પાસે આખી રાત બેભાન પડ્યો હતો
સુરત, તા.૨૨
નવાગામ જકાતનાકા નજીકની રેલવે લાઇન ઉપર એક પરપ્રાંતિયને મારી ૪ અજાણ્યા ઈસમોએ રૂ.૨૦૦૦ રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચાલવી નાસી છુટયા હતા.
રાત્રે ૯ કલાક સુધી રેલવે ટ્રેક નજીક બેભાન હાલતમાં પડેલા યુપીવાસીને સવારે (ગુરુવાર) લોકોની નજર પડતા ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાયો છે. દિવસ પાળી કરી ઘરે જતા રામ પરવેજ સંચા કારીગર હોવાનું જણાવ્યું હતું.રામ પરવેજ રામ ગિરીશ મોર્યા (પીડિત)એ જણાવ્યું હતું કે, હોળીના પર્વને લઈ બુધવારની રાત્રે કારખાનાના શેઠ પાસે ૨૦૦૦ રૂપિયાનો ઉપાડ લઈ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અચાનક નવાગામ જકાતનાકા નજીકના રેલવે લાઈન પર ચાર અજાણ્યા હિન્દીભાષી ઈસમોએ તેની ઉપર હુમલો કરી જાહેરમાં માર માર્યો હતો. ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૨૦૦૦ સાથે મોબાઈલ ફોન પણ કાઢી લીધો હતો. ત્યારબાદ આંખે અંધારા આવતા હતા. હુમલાખોરોને ભાગતા જોયા બાદ તેઓ સવારે ભાનમાં આવ્યા હતા. રંજનબેન પવારે જણાવ્યું હતું કે સવારે દૂધ લેવા ગયા હતા ત્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિ મદદની પુકાર લગાડતો હતો. જેને લઈ દીકરી પૂજાએ ૧૦૮ને ફોનથી જાણ કરી હતી. રાત્રે કેટલાક અજાણ્યા ઈસમોએ મારીને લૂંટી લીધા બાદ સવારે ભાન માં આવ્યો હોવાનું ઘાયલ યુવાને જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




